24 - ક્યા બાત હૈ..... / સ્નેહી પરમાર


આજ મેં પણ તજી દીધું બખ્તર, અરે યાર ક્યા બાત હૈ,
આજ એને પૂરાં થ્યાં છે સત્તર, અરે યાર ક્યા બાત હૈ.

કોઈ લીલું, પીળું નામ આંજી અને આંખ મીંચી જુઓ,
ફૂલ પીસી બનાવો છો અત્તર, અરે યાર ક્યા બાત હૈ.

ફૂલ આપો તમે ને એ ચૂમી અને જુલ્ફમાં ના ગૂંથે,
એની છાતી બની જાય પથ્થર, અરે યાર ક્યા બાત હૈ.

એ હસીને પ્રથમ લિફટ આંખોના રથમાં કરાવે મને,
એ જ પાછા કરે લાવ વળતર, અરે યાર ક્યા બાત હૈ.

જા કહેજે ગલી એની છોડી ‘સ્નેહી' આજ ચાલ્યા ગયા,
શ્વાસ એના ચડી જાય અધ્ધર, અરે યાર ક્યા બાત હૈ.


0 comments


Leave comment