26 - કહુંબો ચડે..... / સ્નેહી પરમાર


સાવ છેલ્લા પ્રહરનો કહુંબો ચડે,
જૂઈ જેવા અધરનો કહુંબો ચડે.

થાક લાગે જ એવું જરૂરી નથી,
કોઈ વેળા સફરનો કહુંબો ચડે.

સોળ અંજલી નજર સામે તું પી ગઈ,
ને અહીં તો સત્તરનો કહુંબો ચડે.

આંખમાં આંખ ધરબીને પૂછે મને,
યાર! પીધાં વગરનો કહુંબો ચડે?

પત્રમાં શાયરીનો સબબ કંઈ નથી,
એક ખાલી કવરનો કહુંબો ચડે.

છેક ઊંચે ચડી જાય રસ્તાની ધૂળ,
કોઈ નીચી નજરનો કહુંબો ચડે.

ઊતરે તો આ માથું લઈ ઊતરે,
ને ચડે તોય બરનો કહુંબો ચડે.


0 comments


Leave comment