27 - આસ્થા..... / સ્નેહી પરમાર
ટેવાયા સૌ ઘટનાઓને વાંચવા,
કોણે વાંચી, કોની આખ્ખી વારતા?
આકાશે આંબી છે મારી આસ્થા,
ઇશ્વરના જખ્મોને પાટો બાંધવા.
મારે વન વન જઈને અશ્રુઓ લૂછવા,
કોઇ ગયું છે, રોતાં મૂકી ઝાડવાં.
ઘર ભીતર અજવાળું મટકું મારે ત્યાં,
બ્હાર ઉભું અંધારું લાગે જાગવા.
દાવ ઉપર મેં મારું હોવું મૂક્યું છે,
તારા નામે પથ્થરને પણ તારવા.
0 comments
Leave comment