28 - ના તૂટે...... / સ્નેહી પરમાર


કદી કોઈના પર આ કહર ના તૂટે,
કદી કોઈનો હમસફર ના તૂટે.

હશે જે સપાટી ઉપર : તૂટવાના,
થશે જે સપાટીથી પર: ના તૂટે.

ભલે ઘરની તસવીર તૂટી જતી,
કદી કોઈ તસવીરનું ઘર ના તૂટે.

અસલ પ્રેમપત્રો તો વાંચ્યા નથી,
તમારાથી નહિતર કવર ના તૂટે.

એ હાથે ધનુષ્યો જ તૂટી શકે,
એ હાથે કદી કાચ ઘર ના તૂટે.

ભલે આભ તૂટે જમાના ઉપર,
અમારી આ ઢીંગીનો વર ના તૂટે.


0 comments


Leave comment