30 - આછો ગુલાબી..... / સ્નેહી પરમાર


નથી કંઈ અફીણી નથી કંઈ શરાબી,
અમારી છે કમજોરી આછો ગુલાબી.

ગમી જાય છે ત્યાં નમી જાય છે એ,
અમારા આ મસ્તકની એ છે ખરાબી.

ડુબાડે મને તોય વારી જવાતું,
મળ્યો છે મને એક એવો ખલાસી.

ગ્રહી હાથ ત્યાગીઓને જે ઉગારે,
તને હે સીતા ! આજ એણેય ત્યાગી !

ખરે છે જુઓ પાન માફક દીવાલો,
અરે જે ફળીમાં હતી બારમાસી.


0 comments


Leave comment