33 - હું હતો ..... / સ્નેહી પરમાર
જળ મહી હું ને તરસમાં હું હતો,
બેઉ વચ્ચે કશ્મકશમાં હું હતો.
જેના વશમાં છે ઋતુની આવ-જા,
ગર્વ છે કે એના વશમાં હું હતો.
હાં, હતા એમાં જ મુકિત-મંત્ર સહુ,
આજ સુધી જે કફસમાં હું હતો.
ગર્ભદ્વારે માત્ર ઝૂક્યું’ તું શરીર,
દોસ્ત ત્યારે તો કલશમાં હું હતો.
હું હતો તારા સ્મરણમાં કે પછી,
એક બર્ફીલા ધુમ્મસમાં હું હતો.
એ ઘડી જોયું હવાનું રૂપ મેં,
જે ઘડી એના દરશમાં હું હતો.
0 comments
Leave comment