34 - જન્મોનું ચકકર ..... / સ્નેહી પરમાર
હવે એ હદે જૂઠ થઈ ગયું છે સધ્ધર,
હવે રથ યુધિષ્ઠિરનો ચાલ ન અધ્ધર.
છતાં એ બની ગઈ છે આખ્ખીય અત્તર,
હજી તો થયાં છે એને માંડ સત્તર.
અમે લાગણીને ઉપાસી છે કાયમ,
પછીથી મળ્યું છે આ ગઝલોનું છત્તર.
તમારાથી અમથું જ વાંકું પડ્યું ત્યાં,
અમારા બધા ગ્રહ થઈ ગ્યા છે વક્કર.
તને મારી તાકાત સમજાઈ જાશે,
મને ભૂલવાની તું કોશિશ તો કર.
આ મરવુંય કેવું છે તકલાદી ‘સ્નેહી’
મરો તોય અટકે ન જન્મોનું ચકકર.
0 comments
Leave comment