36 - પ્રતીક્ષા..... / સ્નેહી પરમાર
નકૂચા અમે સૌ હઠાવી લીધા છે,
અને બારણે હાથ વાંસી લીધા છે.
પ્રતીક્ષા પ્રદેશોની સીમા વટીને,
અમે ખુદને આપ ધારી લીધા છે.
અમે લાગણીઓને છુટ્ટી મૂકી ત્યાં,
જમાનાએ પણ નખ વધારી લીધા છે.
હવે ચોરના ઘર મહી ચોર પડશે,
કે રાધાએ ઝાંઝર ઉતારી લીધા છે.
ઉગામ્યાં છે ખંજર કદી દોસ્તોએ,
કદી દુશ્મનોએ ઉગારી લીધા છે.
અગાસી વગર પણ અનોખી અદાથી,
અમે લાખ સપનાં ચગાવી લીધાં છે.
0 comments
Leave comment