37 - તથ્ય નથી ..... / સ્નેહી પરમાર


તર્ક તર્ક જ છે તર્ક તથ્ય નથી,
બંધ મુઠ્ઠીમાં કોઈ રહસ્ય નથી.

જો પુરાવાની વીલચેર લઈને ફરે,
સત્ય પોતેય સંપૂર્ણ સત્ય નથી.

એનો સ્વીકાર કરવો પ્રથમ શર્ત છે,
ચીજ કઈ છે જે ભવ્યાતી ભવ્ય નથી.

બસ ગઝલ વ્યાસ પીઠેથી રજૂ થાય છે,
એક એવી કથા કે જે કથ્ય નથી.

તું સમંદરની ઉપમાઓ રહેવા જ દે,
હું તો સ્નેહી છું, સ્નેહી અગત્સ્ય નથી.


0 comments


Leave comment