38 - ભૂલી જાઓ ..... / સ્નેહી પરમાર


તમે જાઓ પરંતુ હાલ પૂછવાનું ભૂલી જાઓ,
ચિતા પર ગોઠવીને આગ મૂક્વાનું ભૂલી જાઓ.

હજારો બાગ ખંજરના ઊગ્યા છે આભમાં આજે,
પિંજરમાં બંધ થઈ જાઓ કાં ઊડવાનું ભૂલી જાઓ.

તમોને માછલી માની એ ફેંકે જાળ શક્ય છે,
અરે મોજ ! અરે લહેરો ! ઊછળવાનું ભૂલી જાઓ.

ઊગે છે સાવ અક્વાગ્રસ્ત સૂરજ આ બગીચામાં,
કળીઓને હવે કહી દો કે ખૂલવાનું ભૂલી જાઓ.

‘સ્નેહી’ ભૂલવું અમારી હેસિયતની વાત ક્યાં રહી છે?
તમારું પણ નથી આ કામ, ભૂલવાનું ભૂલી જાઓ.


0 comments


Leave comment