39 - ખાલીપો ..... / સ્નેહી પરમાર


ચાલને કરીએ અર્ધો અર્ધો ખાલીપો,
નહિતર કરશે ક્યારેક બળવો ખાલીપો.

ભીંત, બારણું, ઉંબર, પડદો ખાલીપો,
તું નથીનો હૂબહૂ પરચો ખાલીપો.

હૈયામાં ના હોય જે શ્રધ્ધા છાતીફાટ,
તો આ દંડવત તો આ સજદો ખાલીપો.

ખાલીપો છે પરપોટાની ચતુર્સીમા,
દરિયો, મોજાં, રેતી, મછવો ખાલીપો.

ખાલીપો વરસે છે ‘સ્નેહી’ ઝરમર થઈ,
ગોરંભાનો સીધો પડઘો ખાલીપો.


0 comments


Leave comment