41 - વિરામો ? ..... / સ્નેહી પરમાર
ઢીંગલી-પોતિયે જો રમી ના શકો,
તો મહાશય ! ગઝલ પણ લખી ના શકો.
તો બધી જાતરાનો અરથ કંઈ નથી,
જાતની બહાર જો નીકળી ના શકો.
હો તમે રંગના પારખુ તો કદી,
મોરલાનાં પીંછાંઓ ગણી ના શકો.
હા તમે બેઉ દરિયો તરી જાઓ પણ,
ભેદ બેઉ વચ્ચેનો તરી ના શકો.
તો તમે શબ્દથી કામ ના પાડજો,
જે વિરામ પછી વિસ્તરી ના શકો.
0 comments
Leave comment