42 - ચુંબન કર્યું છે ..... / સ્નેહી પરમાર
ગગનને તણખલાએ ચુંબન કર્યું છે,
એને કોના જલવાએ ચુંબન કર્યું છે ?
ચડ્યું છે રવાનીએ જળનુંય જોબન,
નદીને કિનારાએ ચુંબન કર્યું છે.
કદી ચૂમી છે શયામ જુલ્ફોની ખુશબુ,
કદી શ્વેત અફવાએ ચુંબન ક્યું છે.
અમે ભોગવી છે એ દશકાઓ પહેલાં,
તને જે અવસ્થાએ ચુંબન કર્યું છે.
મને સ્પર્શવામાં છે ખતરો જ ખતરો,
મને નાગકન્યાએ ચુંબન કર્યું છે.
પણે આભ ધરતી ઉભયને મળે છે,
મને એમ શ્રધ્ધાએ ચુંબન કર્યું છે.
0 comments
Leave comment