43 - લખી જિંદગાની ..... / સ્નેહી પરમાર
પડે દુશ્મનોની પડે છે સગાંની,
જરૂરત પડે છે બધાને બધાની.
એ એકાદ ક્ષણ પણ લખી દે તો સારું,
અમે જેના નામે લખી જિંદગાની.
હવે દર્દ સાથે થયો છે ઘરોબો,
હવે વાત મૂકો બધીયે દવાની.
અહીં ગાર ફળિયામાં ચમકી ઊઠી છે,
ધજા ફરફરી કોઈના આવવાની.
મળે સો જનમ સો વખત ભૂલ કરશું,
હશે ભૂલ જો આપને ચાહવાની.
0 comments
Leave comment