44 - પેંતરે પેંતરે.... / સ્નેહી પરમાર


રાગ મલ્હાર છેડ્યો જુઓ તેતરે,
કોણ આવ્યું હશે આજ આ ખેતરે !

રાતરાણી પણે ચીસ પાડી ઊઠી,
યાદ બે ભાગમાં રાતને વેતરે.

એ જ આશે બધાં ઝાંઝવાં પી ગયો,
આપની આંખમાં હોડકાંઓ તરે.

ચાર આંખો મળે છે પ્રથમ બે-સબબ,
ને પછી બે-સબબ લાગણી વિસ્તરે.

દોસ્ત ચોપાટની એ તરફ કોણ છે,
હારતો જાઉં છું પેંતરે પેંતરે


0 comments


Leave comment