45 - દંતકથાની રાજકુમારી ..... / સ્નેહી પરમાર
ફૂલ બિચારા ઘાયલ મારી જેવાં છે,
માલણનાં નખરાં જ કટારી જેવાં છે.
ચાહતમાં પોતાના ઘરને જે ફૂંકી દે,
આશક તારા કોણ અમારી જેવા છે?
ફૂલ સમો ચહેરોય તમારો છે જ નહી,
ફુલોના ચહેરા જ તમારી જેવા છે.
સૂરજને વરવાની જીદ લઈને બેઠાં
દંતકથાની રાજકુમારી જેવાં છે.
રાજ વગરના રાજપથ પર ઊભો છું,
હાલ હવે તો રાજસવારી જેવા છે.
0 comments
Leave comment