46 - હે સખી ! ..... / સ્નેહી પરમાર
વાંક તારોય શું કાઢવો હે સખી !
તું વિના હું અધૂરો હતો હે સખી !
કઈ તરફ છે મહેકથી મઢેલી ક્ષણો,
શું કહે છે પવન સાંભળો હે સખી !
તેં પલાણ્યો હતો વાયરાને વળી,
આંખને પણ નડ્યો ઝામરો હે સખી !
શબ્દથી અર્થને જેટલો છે સંબંધ,
એટલો છે સંબંધ આપણો હે સખી !
ઝળહળે છે સંદર્ભનો સૂરજ શબ્દમાં,
આથમી જાય છે કાગળો હે સખી!
એમ તારા વિશે મેં લખી છે ગઝલ,
રંગ વિશે લખે આંધળો હે સખી!
જળ તજીને ચરણ નીકળ્યાં તોય પણ,
ના ચરણથી વછૂટે જળો હે સખી!
0 comments
Leave comment