47 - ઠેસ લાગી ..... / સ્નેહી પરમાર


લાલ થઈ ગયું આભ, ક્ષણને ઠેસ લાગી,
ફૂલ જેવા એક જણને ઠેસ લાગી.

આંખથી દદડી પડી છે એક ધારા,
છેક ભીતરના ઝરણને ઠેસ લાગી.

આજ જ્યાં સન્માન જોયું તાડનું મેં,
લીમડી જેવા વલણને ઠેસ લાગી.

પાનખર જાણે કે પથ્થર માર્ગ પરનો,
કેટલે ઊંડે પરણને ઠેસ લાગી.

એની આંખોથી પછી ટપકી ગઝલ,
ટેરવાં નામે અભણને ઠેસ લાગી.


0 comments


Leave comment