49 - સ્વયમ પ્રકાશમાં ..... / સ્નેહી પરમાર


સ્વયમનું રૂપ જોવા સ્વયમના પ્રકાશમાં,
સૂરજ ડૂબી ગયો છે ચલમના પ્રકાશમાં.

એવું બને ફરીથી બધે ધૂંધકાર હો,
જીવી શકાય ત્યારે કલમના પ્રકાશમાં.

સાહેબ નામ અંતે પછીથી લખાવજો,
શોધો ઉકેલ પહેલાં રકમના પ્રકાશમાં.

આનંદની સીમાઓ થતી મૂર્તિ જોઉ છું,
ગઝલોના તેજમાં ને નજમના પ્રકાશમાં.

મારી અપૂર્ણતાનો ઋણી કાયમી રહું,
મુજને દવા મળી છે જખમના પ્રકાશમાં.


0 comments


Leave comment