51 - સંબંધનો દરિયો ..... / સ્નેહી પરમાર
એક અલ્લડ સુગંધનો દરિયો,
છૂટ્યો છે કેશ બંધનો દરિયો.
યાદ આવી તું ચડ્યો હિલોળે,
ભીતરે એક દ્વંદ્વનો દરિયો.
એક તારા અભાવથી જન્મ્યો,
કાળમીંઢ અનુબંધનો દરિયો.
તાળવામાંથી જીભ ખેંચી લે,
કોઈ ઋણાનુબંધનો દરિયો.
ઘૂઘવે છે છતાં નથી વ્હેતો,
જન્મથી એક અંધનો દરિયો.
માછલીને સંબંધ દરિયાથી,
આપણે તો સંબંધનો દરિયો.
0 comments
Leave comment