52 - વાલમ ..... / સ્નેહી પરમાર
જન્મારાની પીડા વાલમ,
આજ બની ગઈ મીરાં વાલમ.
માળા પહેરો, કંકર રાખો,
સાવ તમે તો સીધા વાલમ.
ડેલી ખખડયાના અજવાળે,
માઢે ઝળહળ દીવા વાલમ.
છૂટવું હો તો નાચો ચાલો,
દાણ ભરે ઈ બીજા વાલમ.
દલડાં દીધાં દલડાં ભેળા,
ધબકારા પણ દીધા વાલમ.
0 comments
Leave comment