53 - હાથમાં ..... / સ્નેહી પરમાર


પ્રશ્ન ઉઠે છાશવારે હાથમાં,
કોણ રેખાઓ કંડારે હાથમાં ?

હાથની રેખા રૂપે તું હોય બસ,
ના ખપે એથી વધારે હાથમાં.

છે નહીં ચપટીય દમયંતી-પણું,
માછલાં તોયે પધારે હાથમાં.

નામ તો ઊતરી ગયું છે કાળજે,
સહુ તમારું નામ ધારે હાથમાં.

આંખમાં આંજ્યા હતાં સપનાં અમે,
પણ હતી કરચો સવારે હાથમાં.

નામ મારાં કેટલાં સર્જાય છે,
ફૂલ એ દોરે જ્યારે હાથમાં


0 comments


Leave comment