56 - ક્ષિતિજની પાંપણે પીળાં સપનનો ભાર હશે / આદિલ મન્સૂરી


ક્ષિતિજની પાપણે પીળાં સપનનો ભાર હશે,
ઉદાસ રાતની આંખોમાં અન્ધકાર હશે.

ઝરૂખે કાગડો બોલ્યો ને આંખ મીંચાઈ,
કોઈ જનાર હતું; કોઈ આવનાર હશે.

અહીંયા થાકી જશે ચાલવાથી જે આજે,
પછી એ કાલે ખભાઓ ઉપર સવાર હશે.

ઊભાં છે પાંપણો ઢાળીને બારણાંમાં એ,
હૃદય વિચારી રહ્યું : ‘આ જ સ્વર્ગદ્વાર હશે?’

હું વિસ્તર્યો છું સમયનાં વિશાલ વર્તુલમાં
વિખૂટી પડતી ક્ષણેક્ષણમાં મુજ મઝાર હશે.

કોઈ જગાડે ન ‘આદિલ’ને નીંદથી હમણાં
સપનના સાત સમંદરની સામે પાર હશે.


0 comments


Leave comment