3.2 - સંજુ વાળાની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ   મધ્યકાલીન પરંપરા સાથે અનુસંધાન ધરાવતા સંજુભાઈ નારણભાઈ વાળાનો જન્મ તા.૧૧-૦૭-૧૯૬૦ ના રોજ બાઢડા (જિ.ભાવનગર)માં થયો હતો. રાજકોટમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા સંજુ વાળા પાસેથી ‘કંઇક/કશુંક અથવા તો....' (૧૯૯૦), ‘કિલ્લેબંધી' (૨૦૦૦), ‘રાગાધીનમ્’ (૨૦૦૭) એમ ત્રણ કાવ્યસંગ્રહો મળે છે. ઉપરાંત ‘અતિક્રમી તે ગઝલ' (૧૯૯૦), ‘કિંશુકલય' (૧૯૯૩), ‘શ્યામ સાધુની સમગ્ર કવિતા’ એમ ત્રણ સંપાદનો પણ કર્યા છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment