4.1 - દલપત પઢિયારની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ
   તા.૧૧-૧૦-૧૯૫૦ ના રોજ ચરોતરના શીલી ગામે જન્મેલા શ્રી દલપતસિંહ નારણભાઈ પઢિયાર આધુનિકોત્તર ગુજરાતી કવિતાનો મહત્ત્વનો કવિ અવાજ છે. વતન કહાનવાડીમાં મહીસાગર કિનારે ઊછરેલા દલપત પઢિયારે ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમની પાસેથી ‘ભોંયબદલો’ (૧૯૮૨) ‘સામે કાંઠે તેડાં' (૨૦૧૦) એમ બે કાવ્યસંગ્રહ તથા ‘ગાંધીયુગનું ગદ્ય' (૧૯૯૦) એ પીએચ.ડી. નિમિત્તે થયેલ સંશોધન ગ્રંથ મળે છે. ગુજરાત સરકારમાં માહિતી નિયામક તરીકે સેવા બજાવી હાલ નિવૃત્ત જીવન ગાળતા દલપત પઢિયાર રવિભાણ સંપ્રદાયની શેરખી જગ્યાની એક શાખા તરીકે વિકસેલા સંપ્રદાયના સાતમી પેઢીના ગાદીપતિ છે. એમની કવિતા ખાસ કરીને ગીતો એ ગુજરાતી ગીત પરંપરાનું એક નોખું શિખર છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment