4.2 - વિનોદ જોશીની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ
   અંગત રીતે પોતાને આધુનિક, અનુઆધુનિક કે પરંપરાગત જેવા કોઈ કોષ્ટકમાં ન મૂકતાં વિનોદ હરગોવિંદ જોશીનો જન્મ તા.૧૩-૮-૧૯૫૫ના રોજ ભોરીંગડા (જિ. અમરેલી)માં થયો હતો. વતન બોટાદ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે કામ કરે છે. તેમની પાસેથી ‘પરંતુ’(૧૯૮૪), ‘શિખંડી'(૧૯૮૫), ‘તુણ્ડિલતુણ્ડિકા'(૧૯૮૭) ‘ઝાલર વાગે જૂઠડી'(૧૯૯૧) એમ ચાર કાવ્યસંગ્રહો મળે છે. ઉપરાંત ‘મોરપિચ્છ'(૧૯૯૫) નામે પત્રકથા, ‘સૉનેટ' (૧૯૮૪), ‘અભિપ્રેત'(૧૯૮૬), ‘અમૃત ઘાયલ : વ્યક્તિમત્તા અને વાડ્મય’(૧૯૮૮), ‘ઉદ્ગ્રીવ’(૧૯૯૫), ‘નિવેશ' (૧૯૯૫) જેવા વિવેચન ગ્રંથો મળે છે. ‘નીરક્ષીર’ (૧૯૮૪), ‘રેડિયોનાટક (૧૯૯૧), ‘સાહિત્યનો આસ્વાદ' (૧૯૯૨), ‘રાસ તરંગિણી' (૧૯૯૫), ‘આજ અંધાર ખૂશબો ભર્યો લાગતો’ જેવા સંપાદનો અને પીએચ.ડી. નિમિત્તે થયેલ સંશોધન પુસ્તક ‘રેડિયો નાટક : સ્વરૂપ સિદ્ધાંત' (૧૯૮૬) પણ પ્રાપ્ત થાય છે. વિનોદ જોશીની કવિતાના વિષય અને અભિવ્યક્તિરીતિ તથા સમયને જોતા તેમને હું અનુઆધુનિક કોષ્ટકમાં મૂકું છું.
(ક્રમશ :...)


0 comments


Leave comment