64 - બાગમાં…. / આદિલ મન્સૂરી


બાગમાં
વહેલી સવારે
આંખ મીંચી ચાલતા
વાયુની ઠોકર વાગતા,
ભરનીંદરમાં
કોઈ
વસંતી સ્વપ્નમાં
ખોવાયેલી
નાઝુક કળીની
આંખ ઉઘડી
ને
અચાનક
પાનખર
આવી ચડી.


0 comments


Leave comment