65 - હવા / આદિલ મન્સૂરી


ચોર પગલે
બારીથી ઘરમાં પ્રવેશી
મેજ પરની
ફૂલદાનીમાં
બધાં
મૂરઝાયલાં
ફૂલો નિહાળી,
પગ પછાડી;
બારણાં

ખખડાવતી
ચાલી ગઈ.


0 comments


Leave comment