58 - સૂર્યની જેમ નીકળતા જઈએ /આદિલ મન્સૂરી


સૂર્યની જેમ નીકળતા જઈએ,
વિશ્વઅંધારને ગળતા જઈએ.

આ ગલીમાં જ રહે છે એ પણ,
અહીં આવ્યા છે તો મળતા જઈએ.

આજ રોકાય નહીં આ વરસાદ,
ઘર સુધી ચાલ પલળતા જઈએ.

પાંપણે મૃગજળો સજાવીને,
એકએક આંખને છળતા જઈએ.

આ ઘડી ખૂબ જરૂરી છે પ્રકાશ,
આખરી પ્હોર છે; બળતા જઈએ.


0 comments


Leave comment