69 - દરવાજાને…. / આદિલ મન્સૂરી


દરવાજાને
સાંકળ વાસો,
બત્તી બંધ કરો.
અજવાળામાં
ઈચ્છાઓના
ચ્હેરાઓ ભૂંસાઈ જશે.
ગાઢ તિમિરની
છાયા નીચે
ઈચ્છાઓના
ચ્હેરા ચૂમો,
મિસ્ત્રના
પીરામીડમાં ઘૂમો.


0 comments


Leave comment