0 - મુક્તક – ૧ – ૫ / આદિલ મન્સૂરીએ જ હાથોમાં છે મારી ઝિંદગી
સાચવી જે ના શક્યા મેંદીનો રંગ


******


કેમેય કરી એને વિચારી ન શકું,
પળવારના માટેય વિસારી ન શકું,
શોધું છું હું એવી જ કવિતા; જેને
કાગળના કલેવરમાં ઉતારી શકું.


******


ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?
ને શબ્દના વ્હેવારની વાત જ ક્યાં છે ?
છે ચિત્રના જેવો જ અનુભવ 'આદિલ'
આ અર્થના વ્હેપારની વાત જ ક્યાં છે ?


******


જે અર્થના કોલાહલે સંભળાય નહીં,
જે શબ્દના ખંડેરમાં પડઘાય નહીં,
એ મૌનનો સાચે જ કશો અર્થ નથી
વાણીની દિવાલોથી જે અથડાય નહીં.


******


જંજીરમાં ખુશ્બૂ કદી જકડાય નહીં,
રેતીથી સરિતા કદી બાંધી ન શકાય,
'આદિલ' એ દિશામાં તમે કોશિશ ન કરો
શબ્દોમાં કવિતા કદી બાંધી ન શકાય.0 comments


Leave comment