67 - ઘર છોડતાં…. / આદિલ મન્સૂરી


શિર ઝૂકાવીને દીવાલો
ચોતરફ ઊભી હતી;
બારણાં બાહુ પ્રસારી
પ્રેમથી બોલાવતાં,
ને ઉઘાડી બારીઓ
આશાભરી નજરે મને નીરખી રહી
ઘર છોડતાં....


0 comments


Leave comment