72 - ફરી રહી / આદિલ મન્સૂરી


ફરી રહી
તિમિરની
આંગળીઓ
રેશમના
દેહ પર,
વળાંકની
દિશાએજ
ગતિ કરે
ટેરવાંઓ,
ખાડા અને
ટેકરાઓ.
પ્રકાશની
કળી ખીલે,
પાલવમાં
તુષારની
સેર ઝીલે,
અને પછી.....
ચાંદનીની
દીવાલમાં
પડછાયા
ઘર કરે.


0 comments


Leave comment