70 - સૂરજ / આદિલ મન્સૂરી


મોટરોના કાચ પર
સરતો
ચમકતો;
લાલપીળી આંખ કરતો
ક્રોધમાં
ગોગલ્સ પર
માથું પછાડે ક્યારનો.


0 comments


Leave comment