25 - કંટકને ક્યાંથી હોય અનુભવ વસંતનો / આદિલ મન્સૂરી


કંટકને ક્યાંથી હોય અનુભવ વસંતનો,
ફૂલો જ માત્ર પી શકે આસવ વસંતનો.

આવે છે એમ ભગ્ન હૃદયમાં તમારી યાદ,
જાણે કે પાનખર મહીં ઉદભવ વસંતનો.

પીગળી ગયાં છે મેઘધનુષ્યો તુષારમાં,
મ્હેકી ઉઠ્યો છે બાગમાં પાલવ વસંતનો.

સ્વપ્નોનાં ખંડિયેરમાં એની છબી ન શોધ,
વેરાન રણમાં હોય ના સંભવ વસંતનો.

ખુશ્બૂનાં તોરણોથી સજાવ્યો છે બાગને,
ઉજવી રહ્યાં છે ફૂલડાં ઉત્સવ વસંતનો.


0 comments


Leave comment