79 - ને હું….. / આદિલ મન્સૂરી


બારીમાંથી
પવન પ્રવેશે,
ને પરદા પર
છપાયલા ઘોડાઓ ધ્રુજે,
કેલેન્ડરમાં
અઠ્ઠાવીસમો દિવસ કંપે,
ફૂલદાનીમાં
લોહતારની ડાળી ઉપર
કાગળનાં
બે ફૂલો ઝૂમે,
છાપામાંની
કાળી દુનિયા
ટેબલ પરથી
નીચે ગબડે,
છુટ્ટા કાગળ પર
પ્રસરેલી
અરધી પરધી
કવિતા ઉડતી,
ખીંટી પરથી
ખમીસ
લાંબા હાથ કરી
બોલાવે મુજને,
બારીમાંથી પવન પ્રવેશે,
ને હું......


0 comments


Leave comment