68 - રાતના સમંદરે / આદિલ મન્સૂરી


રાતના સમંદરે,
શ્યામ વ્યોમ વિસ્તરે,
ચંદ્રમીન ડૂબતું, તરે, સરે,
શૂન્યતાની ખીણમાં
ક્ષણોના તારકો ખરે,
ને
અનીંદ આંખમાં;
કે
ઉલૂક પાંખમાં;
અજન્મ
સૂર્યસ્પર્શના
અસંખ્ય
સોણલાં સરે,
રાતના સમંદરે.


0 comments


Leave comment