15 - યાદોના કાફલાઓ ચહે છે, ગઝલ કહો / આદિલ મન્સૂરી
યાદોના કાફલાઓ ચહે છે, ગઝલ કહો,
મનમાં વિચાર આવી કહે છે, 'ગઝલ કહો.'
દિલનાં સળગતા રણમહીં આજેય દોસ્તો,
ઊર્મિ તણો પ્રવાહ વહે છે, ગઝલ કહો.
જેઓનું અંગેઅંગ ગઝલ છે એ ખુદ મને,
પ્રેમાળ થઈને આજ કહે છે, 'ગઝલ કહો.'
રસ્તામાં રાહબરની જરૂરત તો હોય છે,
જીવન મરણનો પંથ ગ્રહે છે, ગઝલ કહો.
'આદિલ', શરીર થઈ ગયું સૂનું તો શું થયું ?
દિલમાં હજીયે કોઈ રહે છે, ગઝલ કહો.
મનમાં વિચાર આવી કહે છે, 'ગઝલ કહો.'
દિલનાં સળગતા રણમહીં આજેય દોસ્તો,
ઊર્મિ તણો પ્રવાહ વહે છે, ગઝલ કહો.
જેઓનું અંગેઅંગ ગઝલ છે એ ખુદ મને,
પ્રેમાળ થઈને આજ કહે છે, 'ગઝલ કહો.'
રસ્તામાં રાહબરની જરૂરત તો હોય છે,
જીવન મરણનો પંથ ગ્રહે છે, ગઝલ કહો.
'આદિલ', શરીર થઈ ગયું સૂનું તો શું થયું ?
દિલમાં હજીયે કોઈ રહે છે, ગઝલ કહો.
0 comments
Leave comment