9 - આ પર્વતની પીઠ ઉપર પાણીએ પાડયા સોળ, સાલ્લા / ચિનુ મોદી


આ પર્વતની પીઠ ઉપર પાણીએ પાડયા સોળ, સાલ્લા
લાજ લાજ ‘ઇર્શાદ’ કે તારો સૂરજ ટાઢોબોળ, સાલ્લા.

ભેટ ઉપર તલવાર વગરનાં મ્યાન લટકતાં છોડ, સાલ્લા
મૂછ ઉપરથી હાથ હટાવી, તંતુ તંતુ તોડ, સાલ્લા.

ધૂળ ભરેલા પગ છે, નાહક નભનો રાખે બોજ, સાલ્લા
ડંખી તો પણ પવનપાવડી સમજી પ્હેરે રોજ, સાલ્લા.

શ્હેર, શેરીઓ, મકાન, માણસ ગમતી ગરબડ ગોળ, સાલ્લા
આ તસ્બીના મણકા માફક તું વ્યંઢળનો ટોળ, સાલ્લા.

આ તસ્બીના મણકા માફક તું વ્યંઢળનો ટોળ, સાલ્લા
લાજ લાજ ‘ઇર્શાદ’ કે તારો સૂરજ ટાઢોબોળ, સાલ્લા.


0 comments


Leave comment