49 - હું સમયની પીઠ પર બેસી સરી શકતો નથી / ચિનુ મોદી


હું સમયની પીઠ પર બેસી સરી શકતો નથી
મોતી બનતાં પાણીમાં લગભગ તરી શકતો નથી.

આ અરીસા મ્હેલની ભાગી છુટેલી ભીંતને
બિંબ પાછું આપવા હું કરગરી શકતો નથી.

આપણે ઇચ્છા કર્યાંનાં પાપ સ્હેવાનાં, ખુદા
હું જીવી શકતો નથી ને તું મરી શકતો નથી.

એક ગમતા ખાસ ચ્હેરાની જુઓ મુશ્કેલીઓ
પુષ્પનો પર્યાય છે તો પણ ખરી શકતો નથી.

આપને કાયમ ગઝલ ‘ઇર્શાદ’ કહે છે એટલે
હું હવે છાના ગુનાઓ પણ શકતો નથી.


0 comments


Leave comment