4 - ‘રંગ રંગ વાદળિયાં’ બીજી આવૃત્તિ વિષે / ત્રિભુવનદાસ પુ. લુહાર 'સુન્દરમ્'


આ પુસ્તિકાની બીજી આવૃત્તિ બહુ મોડી થાય છે, સોળ વર્ષે. પ્રકાશકો તૈયાર હતા છતાં કોઈને કોઈ કારણે વિલંબ થતો રહ્યો એ માટે ક્ષમા જ માગવી રહી.

આ વખતે સંગ્રહમાં ગીતો વધાર્યા છે. મારાં બીજાં પુસ્તકોમાંથી પણ બાળકોને કામ આવે તેવાં ગીતો અહીં લીધાં છે. પરિણામે આ સંગ્રહ કેવળ નાનાં બાળકોને માટેનો ન રહેતાં મોટાં બાળકોને માટેનો અને મોટાંઓ માટેનો પણ બન્યો છે. નાનાં બાળકોને કદાચ કેટલાંક ગીતો અઘરાં લાગશે, પણ મોટાંઓને તો નાનાંઓ માટેની વાનીઓ રસાળ લાગશે, બેશક એમાં રસ હશે તેટલી, એવી આશા છે. અને નાનાં બચ્ચાં પણ થોડાં વખતમાં મોટાં તો થશે જ ને ?

આ બધાં ગીતો છે, ગાવા માટે છે અને આના વાંચનારા સૌ એને ગાઓ એવી ઇચ્છા વ્યક્ત કરી વિરમું છું. ગુજરાતમાં ગીત અને સંગીત વધી રહ્યું છે એટલા આ ગીતો માટેના સુયોગ્ય રાગો ગાનારાઓને જ જડી રહેશે એવી શ્રદ્ધા...
- સુન્દરમ્
શ્રી અરવિંદાશ્રમ;
પોંડિચેરી.
૦૬-૦૩-૧૯૫૬


0 comments


Leave comment