43 - સમજી ગયાના સારમાં સમજણ હતી – ગઈ / ચિનુ મોદી


સમજી ગયાના સારમાં સમજણ હતી – ગઈ
ઇચ્છા બધીયે પારકી થાપણ હતી – ગઈ.

કાચી પડી સંબંધની સઘળી ઇમારતો
ખાલી કૂવામાં પાણીની અડચણ હતી – ગઈ.

ના રોષ, ના અફસોસ છે, ના દોષ કોઇનો
શ્રદ્ધા વગરની આંધળી જોગણ હતી – ગઈ.

અટકળ ઉપરથી સર્પને રજ્જુ ગણી લીધો
તારી સગાઇ શ્વાસ ! સાધારણ હતી – ગઈ.

ક્યાં છે હવે ખેતર ‘ચિનુ’ ક્યાં છે એ પંખીઓ ?
બેડી બનેલા હાથમાં ગોફણ હતી – ગઈ.


0 comments


Leave comment