2 - તારા ટમક / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’

તારા ટમક ટમક
ચાંદો ચમક ચમક.

મેઘ ધમક ધમક,
વીજ લપક લપક.

મીની ચપક ચપક,
મોર થનક થનક.

બાપા થપક થપક,
માડી સપક સપક.

બેની ઠમક ઠમક,
બંદા ભમક ભમક.0 comments


Leave comment