6 - ગલગોટા / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
ખીલ્યા ગલગોટા
સોના કેરા લોટા.

મધ ભર્યા લોટે,
માખી આવી દોટે.

ગોટા ગોટા મધ પા,
ગોટો કહે ના ના.

માખે વીંઝી પાંખ,
ગોટે મીંચી આંખ.

માખી માંડે ગાણું,
ગુનગુન ગુનગુન ગાણું.

ગલગોટો હસી પડ્યો,
મધનો લોટો ઢળી પડ્યો.

જ્યાં જુઓ ત્યાં મધ મધ,
માખી થઈ લદબદ.

પેટ ભરીને માખે પીધું,
બાકી દીધું દાન;

છોકરાં એ પીતાં પીતાં,
થયાં ગુલતાન.

કેવું મીઠું મધ મધ,
અધધધ મધ મધ !
*
માખી માખી
મધનો ભાવ ?
મધ છે સોંધુ,
ચાલ ઝાલણિયો
રમીએ દાવ.
*
બાગમાં ફૂલ ને ફૂલમાં મધ,
મધમાં માખી છે લદબદ.


0 comments


Leave comment