7 - બેન મારી / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
બેન મારી મોટી,
એ જાણે માખણ રોટી.
બેન મારી નાની,
એ જાણે ફૂલદાની.
ભાઈ મારો ભોળો,
એ જાણે મકાઈ ડોડો.
ફોઈ મારી વ્હાલી,
એ જાણે આંબાડાળી.
મામી મારી મીઠી,
એ જાણે સોનાવીંટી.
કાકી મારી કટકટ,
એ જાણે ખટારો ખટખટ.
દાદા મારા દરિયા,
એ વાતોના છે પડિયા.
બાપા મારા બડધમ,
એ બોલે જાણે પડઘમ.
માડી મારી રોતી,
શું મહાસાગરનું મોતી.
આપણા બંદા એવા,
આ સૌએ જોવા જેવા.
0 comments
Leave comment