8 - અમથી / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
રૂમઝૂમ રમતી,
હળુહળુ જમતી,
મારી બેન અમથી,
સૌ કોને ગમતી.

પટપટ ભણાતી
ઝટઝટ ગણાતી
મારી બેન અમથી,
સૌ કોને ગમતી.0 comments


Leave comment