9 - ઘમક ઘમક / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
પપ પપ્ પપ પપ્ પપ પપ્ પા...
આ એક મજાની મોટર બોલે :
પપ પપ્ પપ પપ્ પપ પપ્ પા...

ટહુ ટહુ કુઊ, ટહુ ટહુ કુ...ઊ, કુઊ, કુઊ,
આ એક મજાની કોયલ બોલે :
કુકુઊ, કુકુઊ, કુક્ કુક્ કુક્.

ઢમઢમ ઢળઢમ, ઢમઢમ ઢળઢમ, ઢમઢળઢા...ઢમઢળઢા,
આ એક મજાની પડઘમ બોલે :
ઢમઢડ ઢમઢડ, ઢળ ઢળ ઢમ... ઢમ ઢમ ઢમ

ગડગડ ગડઘં ગડગડ ગડઘં ગડઘં ગડગડઘં
આ એક મજાનું વાદળ ગાજે :
કડકડઘં કડઘં કડકડ કડકડઘં.

તુંતન તુંતન તનનન્તુંતન તુંતન તનનન્ તે તંતન તનનતં
આ એક મજાની વીણા બાજે :
તું તોમ્ તનન, તું તોમ્ તનન, તંતંતં.

રૂમઝૂમ રૂમઝૂમ, રૂમઝૂમ છુમ, રૂમઝૂમ રૂમઝૂમ છુમ,
આ બોલે કનૈયો નાચે નાચે,
રૂમક ઝુમક છુમ, રૂમક ઝુમક છુમ, છુમછુમ.0 comments


Leave comment