12 - થાઉં બિલાડો / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
મને થાય હું થાઉં બિલાડો,
મોટો ઘોઘર કાળો કાળો.

તુંબમથાળો જાડો જાડો,
ઘુરરર ઘૂરકું આખો દહાડો.

ગજવું મેડી, ગજવું માળો,
મઝા પડે જો થાઉં બિલાડો.0 comments


Leave comment