21 - ચમક ચકલિયાં / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
ચાલો ચાલો ચમક ચકલિયાં
ચાલો ગગનમાં જઈએ રે,
મગન ગગનમાં, ગગન મગનમાં,
થૈને ગરુડ રૂમઘૂમીએ રે.

ચાલો ચાલો છબક મછલિયાં,
ચાલો સાગરમાં જઈએ રે,
સાગર ગાગરમાં, ગાગર સાગરમાં,
થઈને મગરમચ્છ ઘૂમીએ રે.

ચાલો ચાલો બચુક બચુડિયાં,
ચાલો મોટાં થઈ જઈએ રે,
મોટાં જોટાં થૈ, જોટાં મોટાં થૈ,
ધરતીના ખંડ ખંડ ખૂંદીએ રે.


0 comments


Leave comment