30 - વીણ રે વીણ / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
વીણ રે વીણ
ડોલર ને ચંપો વીણ રે વીણ.
લચકે ડોલરિયો,
મલકે ચાંપલિયો,
બેઠું ગુલાબ પેલું લાલ ફરી ગાલ,
અહો ઊડે ગુલાલ.
ડોલર ને ચંપો વીણ રે વીણ.
ટહુકે કોયલડી,
હીંચે છે વેલડી,
થનગન નાચે છે મોરલા ને ઢેલ,
અહો કાલાંઘેલા ગેલ.
ડોલર ને ચંપો વીણ રે વીણ.
આંબલિયે મંજરી,
કુંજમાં વસંત ભરી,
અંગમાં ઉમંગ, રંગ રંગ, અંગ અંગ,
અહો આનંદી ગંગ.
ડોલર ને ચંપો વીણ રે વીણ.
0 comments
Leave comment